હળવદમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

- text


 

સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રી તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા

હળવદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવવા સંગઠનને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે હળવદ એપીએમસી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી.

- text

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ હળવદ એપીએમસી ખાતે હળવદ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા મુદ્દે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં મોરબી જિલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલ,રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, સુ.નગરના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા,મોરબી જિલ્લાના સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા,ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હૂંબલ માર્કેટિંગ યાર્ડના ચેરમન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ખેંગરભાઈ દલવાડી, જિલ્લા ભાજપ મંત્રી જશુબેન પટેલ,જેરામભાઈ દલવાડી, પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,પાલિકાના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ દલવાડી, દેવશીભાઈ ભરવાડ,ચંદુભાઈ સિહોરા,નરેન્દ્રસિંહ રાણા,નયનભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા સહિતના નેતાઓ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text