20 ડિસેમ્બર : ‘વિવિધતામાં એકતા’ની ઉજવણી કરવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ

- text


 

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદેશ શાંતિ, માનવાધિકાર, સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો અને ગરીબી, ભૂખમરા અને રોગોમાં લોકોને મદદ કરવાનો છે

મોરબી : ‘વિવિધતામાં એકતા’ આ વાત લોકો જાણતા જ હોય છે પરંતુ આને કોઈ અનુસરતું નથી. આ વાત લોકોને યાદ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ અંગે લોકોને મહત્વ સમજાવાનો અને જાગૃતિ લાવવાનો દિવસ છે. હાલ ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે અને ગરીબીથી પીડાય છે. તેવા લોકોની મદદ કરીને ગરીબો સમૃદ્ધ થાય અથવા તેના હિતમાં પગલાં લેવામાં આવે, તેઓને પ્રોત્સાહિત કરવામાં જોઈએ. જે લોકોએ પોતાના જીવનમા દુ:ખ ઓછા જોયા છે, તેઓએ વધુ દુ:ખ જોયા છે તેની મદદ કરવી જોઈએ. તેવી શીખ માનવ એકતા દિવસમાંથી મળે છે.

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની સ્થાપના યુનાઈટેડ નેશન મિલેનિયમ ઘોષણના પ્રભાવ હેઠળ કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશનના સભ્ય દેશો અને વિદેશી સબંધો સ્થાપિત કરીને આધુનિક યુગમાં વ્યક્તિના નાગરિક અને રાજકીય અધિકાર નક્કી કરે છે. 22 ડિસેમ્બર, 2005 ના રોજ ઠરાવ 60/209 દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય ધ્યેય એ છે કે સંકળાયેલા દેશોને ગરીબી ઘટાડવા માટે જાગૃત કરીને ગરીબોના સાર્વત્રિક મૂલ્યોને માન્યતા આપવી અને સ્વતંત્ર રાજ્યો દ્વારા હસ્તાક્ષર કર્યા મુજબ તેના પ્રતિવાદો ઘડવો.

- text

આઈએચએસડી એ આંતરરાષ્ટ્રીય માનવ એકતા ફંડનો એક ભાગ છે અને સયુંક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ વિશ્વવ્યાપી ગરીબી નાબૂદી માટે નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગરીબી સામે લડવાની અને સરકારો, એનજીઓ અને લગભગ દરેક વ્યક્તિને પ્રોગ્રામોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરવા અને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરે છે. જેથી, જાગૃતિ ફેલાવીને ગરીબી ઓછી થઈ શકે. કોઈ વ્યક્તિ શિક્ષણમા ફાળો આપીને અથવા ગરીબોની મદદ કરીને ભાગ લઈ શકે છે અથવા દિવસની ઉજવણી કરી શકે છે. આ દિવસ સામાજિક અથવા માનસિક વિકલાંગ લોકોને મદદ કરીને પણ ઉજવવામાં આવે છે.

- text