ઓવરબ્રિજની વોલ માથે પડવાથી મૃત્યુ પામેલ બાળકીના પરિવારને રૂ. 10 લાખનું વળતર આપવાની માંગ

- text


સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા કલેક્ટરને રજૂઆત

ટંકારા : ઓવરબ્રિજની બાઉન્ડરી વોલ માથે પડવાથી મૃત્યુ પામેલ માલધારી સમાજની અને ટંકારાની 4 વર્ષની દિકરીના પરિવારને રૂ. 10 લાખનું વળતર ચુકવવા બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશનના મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ગેડીયાએ મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે રમેશભાઈ ઘેલાભાઈ ટોળીયાની પુત્રી સ્વ. લક્ષ્મીબેન, જેની ઉંમર 4 વર્ષની હતી. જે રાજકોટ-મોરબી હાઈવે ઉપર ટંકારા ચોકડી એ જે ઓવરબ્રીજ બની રહયો છે. તે ઓવરબ્રીજ બનાવતા કોન્ટ્રાકટરની ભૂલના કારણે અને બ્રીજના ખામીયુકત બાંધકામને કારણે રમેશભાઈ ટોળીયાની પુત્રી સ્વ. લક્ષ્મીબેનનું મોત નિપજયું છે. તે બાબતનો સંસ્થાને વિનંતી પત્ર મળેલ છે.

- text

પિડીત પરિવારની માંગણી છે કે તેમના પરિવારના લોકોને આર્થિક વળતર પેટે રૂ. 10 લાખ ચુકવવામાં આવે. જે પિડીત પરિવારને આર્થિક રીતે ખુબ જ મદદરૂપ થશે. કારણે કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી 10 લાખ રૂપિયા આર્થિક વળતર પેટે ચુકવવામાં આવે તેવી અરજ કરાઈ છે. કોન્ટ્રાકટરએ સેફટીના સાધનો પ્રમાણે બાંધકામ કરવું જોઈએ, તે બાંધકામ નથી કર્યું. તેમને ત્યાં સ્થાનીક સેકયુરીટી રાખવા જોઈએ તે રાખ્યા નથી. અને ભયજનક સ્થિતીમાં આવી ઘટના બને તેની પુરી દેહશત છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં ન લેવાથી રમેશભાઈ ટોળીયાની દીકરી સ્વ. લક્ષ્મીબેનનું અકસ્માતમાં મોત થયેલ છે.

આ બનાવની યોગ્ય તપાસ કરવામાં આવે, પોલીસ ફરીયાદ રજીસ્ટર કરવામાં આવે અને મૃતક દિકરીના પરિવારના લોકોને તાત્કાલીક રૂ. 10 લાખ ચુકવવામાં આવે તેવી માંગણી કરાઈ છે. આ માંગણી અંગે જો 48 કલાકમાં નિર્ણય લેવામાં નહી આવે તો સામાજીક એકતા જાગૃતી મિશન – મોરબી જીલ્લાનાં સર્વ સમાજના તમામ લોકો આંદલન કરશે, જેની જવાબદારી પોલીસ પ્રસાશન અને સરકારની રહેશે. તેવી ચીમકી આપવામાં આવી છે.

- text