ઘીયાવડ સ્કૂલના શિક્ષક નમ્રતાબા પરમાર કરાટેની નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન મેળવી વિજેતા

- text


વાંકાનેર : વાંકાનેરની ઘીયાવડ પ્રાઈમરી સ્કૂલના શિક્ષક નમ્રતાબા વીરેન્દ્રસિંહ પરમારએ “ઓનલાઇન નેશનલ લેવલ ઈન્ડીવિડ્યુલ શોટોકાન કાતા ચેમ્પિયનશિપ-કરાટે-૨૦૨૦” (ગર્લ્સ વયજૂથ-૩૧/૩૫)માં ભાગ લઈને દ્વિતીય ક્રમે સ્થાન મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. તેમને ઓનલાઇન તાલીમ કોચ તરીકે મયંકભાઇ રાજ્યગુરુ (P.S.I)એ આપેલ હતી.

આ ઉપરાંત, ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-જૂના કણકોટમાં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ ધોરણ – ૩/૪/૫માં ભણાવતા શિક્ષક નમ્રતાબા પરમાર દ્વારા વર્ચ્યુઅલ કલાસરૂમ અન્વયે વિવિધ સર્જનાત્મક સહભ્યાસીક અભ્યાસક્રમ સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે ઘર અને તોરણ બનાવવું, પેરાશૂટ અને મોબાઈલ સ્ટેન્ડ બનાવવું, કાગળ કામ, ચિત્રકામ, ચીટક કામ, અભિનય ગીત વગેરે કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વર્ચ્યુઅલ કલાસમાં જોડાયા હતા. સુંદર પ્રવૃત્તિ કરનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ શિક્ષક નમ્રતાબા પરમાર તરફથી આપવામાં આવેલ હતા. તેમ ઘીયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text