મોરબી : ભારતીય પરંપરા અનુસાર ગૌ માતાનું પૂજન કરી ગોપષ્ટમીની ઉજવણી કરાઈ

વડવાળા યુવા સંગઠન તથા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગોપષ્ટમીની ઉજવણી કરાઈ

મોરબી : અનાદીકાળથી પૂજનીય ગાયમાતા જીવન અને જીવિકાનો આધાર અને સંપૂર્ણ સૃષ્ટિની પાલક રહી છે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દષ્ટિએ પૂજનીય અને વેદોમાં પ્રતિષ્ઠિત ગૌમાતામાં બધા દેવી દેવતાઓનો વાસ રહેલ છે, આજ ના શુભ દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણ ગૌ ચારણની શરૂઆત કરી હતી અને ગૌ અને ગોપાલક સાથે આત્મીય રીતે જોડાયા હતા.

મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન તથા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગોપાષ્ટમીનાં પાવન દિવસે ગૌ માતાનું પૂજન કરીને ગૌ માતાનાં રક્ષણ સંવર્ધન તેમજ ગૌ સેવાનો સંકલ્પ આ મહાપર્વએ કરી સંપૂર્ણ સૃષ્ટિનુ પોષણ પ્રદાન કરવા વાળી ગૌ માતા પ્રત્ય કુતજ્ઞતા વ્યકત કરી ગૌમાતાનું પૂજન અર્ચન કરી ગૌપાલન, ગૌસેવા અને ગૌરક્ષા નો સંકલ્પ કરી ધનિયતા પ્રાપ્ત કરી ગૌપષ્ટમીની ઉજવણી કરી હતી.