મોરબીના અદભુત સ્મારકો અને ઔદ્યોગિક સમૃદ્ધિની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટરી “મસ્ત મોરબી”

- text


 

ડો.દીપ્તિ સેતા અને તેમની ટીમે સોરાષ્ટ્ના પેરિસની અદભુત ઝાંખી કરાવતી માહિતી સભર અને મનોરંજન યુક્ત ફિલ્મ બનાવી

મોરબી : દેશના અન્ય મહાનગરોની તુલનાએ સોરાષ્ટ્ના પેરિસ ગણાતા મોરબી શહેર નાનું સેન્ટર હોવા છતાં અદભુત ઐતિહાસિક સ્મારકો અને ઉધોગોની સમૃદ્ધિને કારણે મોરબી દેશમાં જ નહીં વિશ્વમાં જાણીતું છે.જન્મજાત ખમીરવંતી પ્રજાએ વારંવાર કુદરતી થપાટમાં બેઠા થઈને વિકાસની ઉંચી ઉડાન ભરીને મોરબી એક મેટ્રોસીટીની હરોળમાં લાવી દીધું છે.ત્યારે મોરબીના ઐતિહાસિક સ્મારકોના ગોરવવંતા ઇતિહાસ અને ઉધોગની સમૃદ્ધિ ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બની છે.જેનું નામ છે મસ્ત મોરબી છે.ડો.દીપ્તિ સેતા અને તેમની ટીમે સોરાષ્ટ્ના પેરિસની અદભુત ઝાંખી કરાવતી માહિતીસભર અને મનોરંજન યુક્ત ફિલ્મ બનાવી છે.

મોરબીના ડો.દીપ્તિ સેતાએ મોરબીના ગૌરવવંતા ઇતિહાસ ઉપર એક દસ્તાવેજી ફિલ્મ મસ્ત મોરબી બનાવી છે.આ ફિલ્મ યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવી રહી છે.દસ્તાવેજી ફિલ્મમાં મોરબીના ઐતિહાસિક સ્મારકોની સુરડ અને કલાત્મક ઝાંખી અને સીરામીક ઘડિયાળ ઉધોગનો વિકાસ કેન્દ્રસ્થાને છે સાથે સાથે ફિલ્મમાં મનોરંજનના પાસાને ઉમેરવામાં આવ્યું છે.જેમાં એક કપલની રોમેન્ટિક પળોને અદભુત રીતે દર્શાવવામાં આવી છે.જેમાં ફિલ્મની ભાષા હિન્દી છે.પણ એમાં કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન એ ગુજરાતી સોંગ ઉમેરીને ફિલ્મને રસપ્રદ બનાવવામાં આવી છે. મોરબીની એક દીકરી તેના ભાવિ પતિને મોરબીના ગૌરવવંતા ઇતિહાસની સુંદર રીતે અનુભૂતિ કરાવે છે.

- text

શહેર ભલે નાનું હોય પણ રાજવી પરિવારે આપેલી કલાના વારસાની ભેટ સમાન અદભુત સ્મારકો અને સીરામીક તથા ઘડિયાળ ઉધોગની સમૃદ્ધિથી મોરબી મેટ્રો સીટીથી કમ ન હોવાનો અહેસાસ કરાવે છે.મોરબીના પ્રેમની અમર કલાકૃતિ મણીમંદિર, નહેરુ ગેઇટ ,રાજવી પેલેસ દરબાર ગઢ ,ગ્રીન ચોક ,ઝૂલતાપુલના બેમિસાલ નઝરાણા બખૂબી રીતે દર્શાવ્યા છે.સાથેસાથે મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉધોગના વિકાસને પણ આવરી લીધો છે.દેશ વિદેશના અનેક મહાનગરોની તુલનાએ નાનું સેન્ટર હોવા છતાં મોરબીની સૌથી અલગ અને અનોખી ભાત પડતી હોવાનો અહેસાસ કરાવ્યો છે.આ ફિલ્મમાં ડ્રોન કેમેરાથી મોરબીનો મનમોહક નઝારો કેદ કરવામાં આવ્યો છે.મોરબી શહેરનો બેનમૂન નઝારો આ ફિલ્મમાં દર્શાવ્યો છે.એકંદરે આ ફિલ્મ નિહાળવા જેવી સુંદરમજાની છે.

- text