મોરબી : શુકનવંતી લાભપાંચમે બજારો પુનઃ ધમધમી ઉઠી

- text


દિવાળીના મીની વેકેશનની રજાઓ માણીને ફરી વેપારીઓ રૂટિન વેપાર-ધંધામાં સક્રિય થયા : લાભપાંચમની શુકનવંતી બોણી કરીને વેપાર-ધંધાના શ્રીગણેશ કર્યા, નવા ધંધા-વેપારના શુભારંભ થયા

મોરબી : મોરબીવાસીઓએ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને લોકોએ સાવચેતીથી આ મહાપર્વની ઉજવણી કરી હતી. કોઈએ પરિવારજનો, સગા-સ્નેહીઓ તેમજ મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી તો કોઈએ તહેવારોની ધામધૂમ ઉજવણીથી દૂર રહેતા જરૂરિયાતમંદો સાથે દિવાળી અને નૂતન વર્ષની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. એકંદરે દિવાળીના તહેવારોને લઈને બજારોમાં મીની વેકેશન જેવો માહોલ હતો. ત્યારે આજે શુકનવતી લાભપાંચમે મોરબીની બજારો પુનઃ ધમધમી ઉઠી હતી.

મોરબીમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીને લઈને છેલ્લા દિવસોમાં બજારો ભારે ઘરાકીની જોવા મળી હતી. દિવાળીની ઉજવણી માટે છેલ્લી ઘડી સુધી બજારોમાં ભીડ રહેતા તમામ વસ્તુઓની ભરપૂર ખરીદી થઈ હતી. કોરોનાને વિસારે પાડીને આફતને પણ અવસરમાં ફેરવી દેવા માટે જાણીતા મોરબીવાસીઓ દિવાળીની ધમાકેદાર ઉજવણી કરતા બજારોમાં પણ રોનક આવી હતી. તેથી, સારી ઘરાકી થવાથી વેપારીઓ પણ હરખાઈ ઉઠ્યા હતા. દિવાળીના તહેવારોને લઈને બજારોમાં મીની વેકેશન જેવો માહોલ રહ્યો હતો.

- text

જો કે અમુક દુકાનો ભાઈબીજના દિવસથી ખુલી ગઈ હતી. પણ નવા વર્ષે વેપાર ધંધાની શરૂઆત લાભપાંચમે કરવાની વર્ષોથી પરંપરા હોવાથી આજે લાભ પાંચમે તમામ દુકોનો ખુલી ગઈ હતી. વેપારીઓએ આજે લાભ પાંચમે શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરીને પ્રસાદ વહેંચી વેપાર ધંધાની શુભ શરૂઆત કરી હતી અને લાભ પાંચમની શુકનવંતી બોણી કરીને વેપાર ધંધાના શ્રીગણેશ કર્યા છે. અને નવું વર્ષ ફળદાયી નીવડે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text