માળીયામાં પાઇપલાઈન ખોદવાની ના પાડતા આધેડ ઉપર છરી વડે હુમલો

બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

માળીયા (મી.) : માળીયાના નવાગામે પાઇપ લાઈન ખોદવાની ના પડતા આધેડ ઉપર છરી વડે હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મી. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના નવાગામે આવેલ દેવીપૂજક વાસમાં રહેતા મનસુખભાઇ શિવાભાઇ સુરેલા (ઉ.વ.-૪૮) એ આરોપીઓ રાહુલભાઇ મફાભાઇ તથા અવચરભાઇ રતનભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૮ ના રોજ સવારના સાડા દશેક વાગ્યે નવાગામ ગામે દેવીપુજક વાસમા ફરિયાદીની આરોપીઓ પાઇપ લાઇન ખોદતા હોય, ફરિયાદીએ પાઇપ લાઇન ખોદવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળો બોલી છરીનો ઘા ગાલ પર તથા જમણા હાથે કાંડા પર મારી ઇજા કરી તેમજ ઢીકા પાટુનો માર મારીને ઇજા પહોંચાડી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate