મોરબી : શિક્ષકે રક્તદાન કરીને માનવતા મહેકાવી

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઉભી થતાં યુવા આર્મી ગ્રુપના સભ્યોએ બ્લડની જરૂરિયાત પૂરી કરી હતી. જેમાં મોરબીમાં કાર્યરત સેવાભાવી સંસ્થા યુવા આર્મીના પિયુષભાઈએ ગ્રુપના સભ્ય એવા કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક-પંચાસર પ્રા શાળા, વાંકાનેર)ને જાણ કરતા કુશભાઈ તાત્કાલિક સિવિલે જઈ રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું ૨૩મુ રક્તદાન છે. તેમને ૨૩ વખત રક્તદાન કરીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate