પીપળી રોડ અને હળવદ રોડ ફોરલેન કરવાની ડોક્યુમેન્ટ પ્રોસેસ ચાલુ કરાવી દીધી છે : નીતિન પટેલ

મોરબી સીરામીક એસો.એ શપથવિધિમાં હાજરી આપી, CM અને DyCMની શુભેચ્છા મુલાકાત લીધી

મોરબી : આજે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ વિધાનસભા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થતિમાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. આ તકે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ અને એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી છે.

આજ રોજ ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજાની લાગણીને માન આપી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો અને મેમ્બરોએ ધારાસભ્યની શપથ વિધિના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને તેઓને ભાજપે પેટાચૂંટણીની તમામ આઠ સીટ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી. અને સીએમ વિજયભાઈ રૂપાણીએ પણ મોરબીની સીટ જીતવા બદલ સૌને ખુબ-ખુબ અભિનંદન આપ્યા હતા. આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પીપળી રોડ અને હળવદ રોડ ફોરલેન કરવાની ડોક્યુમેન્ટ પ્રોસેસ ચાલુ કરાવી દીધા હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ એસોસિએશનના સભ્યોએ અગ્રણી ભીખુભાઈ દલશાનીયાની મુલાકાત લીધી હતી અને તેઓએ પણ મોરબીની સીટ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate