ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

- text


હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 16ના રોજ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે રોડ પર ઢવાણા ગામના પાટીયા પાસે મોટર કાર રજી. નં. GJ 01 RS 5992 ના ચાલકે મોટરકાર ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ફરીયાદીના દિકરાના પલ્સર મો.સા. ટી.સી. નંબર GJ 06 TC 460 સાથે પાછળથી ભટકાડતા ફરીયાદીના દિકરા ગજેન્દ્રસિંહને કપાળમાં તથા માંથામાં ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ થયું હતું. તેમજ તેની સાથેના લોકોને પણ ઇજા પહોંચી હતી. આ ઉપરાંત, કારચાલકે બીજા કોઇ અજાણ્યા મોટરસાઇકલવાળા સાથે પણ કાર ભટકાડી ગુનો કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપી કારચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવમાં બાઈક પર સવાર ત્રણ ભાઈઓ વડોદરાના સાવલીથી બેનના ઘરે ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતા.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text