કારમાં થયેલી નુક્શાનીના વળતર માટે ટ્રકને રોકવાની કોશિષમાં યુવકનું મોત

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ડમ્પરચાલકે કારને હડફેટ લીધા બાદ રાજકોટના યુવકે ટ્રક રોકવા ટ્રકનો દરવાજો પકડ્યા બાદ પડી જતા મોત નીપજ્યું

માળીયા (મી.) : મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ડમ્પરચાલકે કારને હડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ કારમાં થયેલી નુક્શાનીના વળતર માટે ટ્રકને રોકવાની કોશિષમાં કારમાં સવાર યુવકનું મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 16ના રોજ સાંજે સાત વાગ્યા આસપાસ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર ભરતનગર ગામ નજીક અજાણ્યા ડમ્પરના ચાલકે ડમ્પર બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની અલ્ટો કાર GJ-10-AP-6604 સાથે ભટકાડી નુકશાન કર્યું હતું. આથી, કારમાં સવાર ધર્મેશભાઇ જયંતિભાઇ (ઉ.વ. 32, રહે- રાજકોટ) ડમ્પરચાલકને કારમાં થયેલ નુકશાનીના પૈસા લેવા માટે ડમ્પર રોકવા જતો હતો. ત્યારે તે ડ્રાઇવર સાઇડના દરવાજાનું હેન્ડલ પકડી ટીંગાઇ ગયો હતો. પરંતુ ટ્રક ચાલુ હોવાથી હેન્ડલ છુટી જતા તે ટ્રક પરથી નીચે પડી ગયો હતો. અને તેને માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. તેમજ આરોપી ટ્રક લઇ નાશી છૂટ્યો હતો. હાલમાં પોલીસે ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate