મારું ઘર, મારી શાળા : કુંતાસી ગામે ઘરે-ઘરે જઈ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક

- text


ઓનલાઈન શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ આપવાનું શિક્ષકનું સરાહનીય પગલું

મોરબી : હાલમાં ચાલી રહેલ કોરોનાં મહામારી વચ્ચે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા બાળકો ઘેર બેઠા અભ્યાસ કરી શકે તે માટે હોમ લર્નિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડીડી ગિરનાર ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે.અને શિક્ષકોની ટીમ એપ દ્રારા બાળકોને ઓનલાઈન ભણાવી રહ્યા છે. ત્યારે ઓનલાઈન શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ આપવા માટે મોરબી જિલ્લાનાં માળિયા તાલુકાનાં કુંતાસી પ્રાથમિક શાળાનાં શિક્ષકે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છે.

જે બાળકો પાસે મોબાઇલ કે ટીવી જેવા ઉપકરણો નથી તે બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી અને અભ્યાસથી વંચિત રહી જાય છે. ત્યારે આવા બાળકોનાં શિક્ષણ માટે કુંતાસીનાં શિક્ષક બેચરભાઈ ગોધાણીએ એક નવતર પહેલ હાથ ધરી છે. ‘મારુ ઘર, મારી શાળા’ નામે ચાલતી આ પહેલમાં ગામમાં અલગ-અલગ વિસ્તારોમાં જઈ આસપાસ રહેતાં મોબાઇલ કે ટીવી ન ધરાવતાં ૮ થી ૧૦ બાળકોને એકઠા કરી સ્વખર્ચે બનાવેલ બેનરો દ્રારા શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે. દિવાળી વેકેશન દરમિયાન પણ આ શિક્ષકે સાત દિવસનું સમયદાન આપી આ વંચિત બાળકોને શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે. આ દરમિયાન બાળકોને સોશીયલ ડિસ્ટંસ અને માસ્ક લગાવી આ મહામારી સામે કઈ રીતે લડવું તેનાં પાઠ પણ ભણાવે છે. આમ, ખરેખર આ શિક્ષક દ્રારા સરકારી શિક્ષક અને શાળા પ્રત્યે સમાજનાં દ્રષ્ટિકોણને બદલવાનું સરાહનીય કાર્ય થઈ રહ્યુ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text