મોરબી : લોકો કોરોનાને ભૂલ્યા, મોરબીની બજારોમાં દિવાળી રોનક દેખાઈ

- text


મોરબીમાં ફટાકડામાં 10 ટકાનો વધારો, ગત વર્ષ કરતા 50 ટકા જ ખરીદી થવાની શક્યતા : સુમસામ ભાસતી સોની બજારમાં આજે ધનતેરસે ચમક આવે તેવી ઝવેરીઓને આશા

મોરબી : કોરોના મહામારીને કારણે આ વખતે તમામ તહેવારોની ઉજવણીની પથારી ફરી ગઈ છે. ત્યારે તહેવારોના મહારાજા ગણાતા દીપોત્સવીના તહેવારની શ્રુંખલાનો પ્રારંભ થતા જ મોરબીની બજારોમાં ધીરેધીરે ખરીદીનો માહોલ જામ્યો છે.પણ આ વખતે કોરોનાએ ફટાકડાના વેપારનું સુરસુરીયું કરી નાખ્યું છે.ખૂબ જ ઓછા ફટાકડાના સ્ટોલ વચ્ચે આ વખતે ગતવર્ષની સરખામણીમાં 50 ટકા જ ફટાકડાનો વેપાર થાય તેવી શકયતા છે.

મોરબીમાં દિવાળીના તહેવારો શરૂ થતાં બજારોમાં થોડી ઘણી રોનક આવી છે અને હમણાંથી બજારોમાં થોડી ઘણી ભીડ જોવા મળી છે. વાઘ બારસે બજારોમાં લોકોની ઘીરીધીરે ભીડ જામી હતી અને બજારોમાં ખરીદી પણ થઈ હતી. હાલ ઘરના આંગણાને દીપવતી કલાત્મક રંગોળીના કલરો, ઇલેકટ્રોનિક્સ આઇટમો, ઇમિટેનશન જવેલરી, ગૃહ સજાવટની વસ્તુઓ, કપડામાં ઘરાકી જોવા મળી છે. જો કે હવે દિવાળીને બે દિવસ બાકી હોય એ બે દિવસમાં બજારોમાં વધુ ખરીદી થાય તેવી વેપારીઓને આશા છે.જો કે આજ ધનતેરસના દિવસે સોનાની ખરીદી શુકનવતી ગણાય છે. આથી, છેલ્લા ઘણા સમયથી સુમસામ રહેતી સોની બજારમાં આજે ધનતેરસે થોડી ઘણી સોનાની ખરીદી થાય તેવી સોની વેપારીઓને આશા છે.

જોકે શહેરમાં આવેલા ફટાકડા અને રંગોળીના કલરોના સ્ટોલમાં આજે થોડી ઘણી ખરીદી જોવા મળી હતી.એકંદરે આ વખતે કોરોનાને લઈને ફટાકડાને વેપાર પર માઠી અસર સર્જાઈ છે. કારણ કે કોરોનાને લઈને કોઈ રિસ્ક લેવા માંગતું ન હોય આ વખતે ખૂબ જ ઓછા ફટાકડાના જાહેર સ્ટોલ આવેલા છે. તેમાંય ચાઇનાના ફટાકડા ઉપર પ્રતિબંધ છે એટલે માત્ર ભારતીય બનાવટના ફટાકડા વેચાય રહ્યા છે. પણ આ ફટાકડાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. ત્યારે ગયા વર્ષે કરતા આ વખતે માત્ર 50 ટકા જ ફટાકડાનો વેપાર થાય તેવી સંભાવના છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text