સવારે 10 વાગ્યા સુધીમાં 15.68 ટકા મતદાન, જુઓ મોટીબરાર અને ગ્રીનચોકના મતદાન મથકનો માહોલ

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૃ થયું છે. અને અમુક મતદાન મથકો ઉપર મતદારોનું.પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે અમુક મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે.ત્યારે આજે સવારના 10 વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં 15.68 ટકા મતદાન નોંધાયું છે. જોકે સવારના 10 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી બતાવે છે કે મતદારોનો ઉત્સાહ વધુ છે અને અત્યાર સુધીમાં આ સારું કહી શકાય તેવું મતદાન નોંધાયું છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના ત્રણ કલાકમાં 15.68 ટકા જેટલું મતદાન થયું છે.

ઉલ્લેખનીય છે કે 65 મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં 141857 પુરુષ મતદારો અને 129609 મહિલા મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને 2,71,467 મતદારો આ મતક્ષેત્રમાં નોંધાયેલા છે.

- text

મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : માળીયાના મોટીબરાર ગામના મતદાન મથકનો માહોલ..


 

મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબી શહેરના ગ્રીન ચોક પાછળ આવેલ લખધીરવાસ પ્રાથમિક સાળા મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text