મોરબી પેટા ચૂંટણી : સવારે 9 વાગ્યા સુધીમાં 9.57 ટકા મતદાન થયું, જુઓ લાઈવ કવરેજ..

- text


મોરબી પેટા ચૂંટણી : સવારે 9 વાગ્યા સુધીમાં 9.57 ટકા મતદાન થયું, જુઓ લાઈવ કવરેજ..

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના બે કલાકમાં 9.57 ટકા જેટલું મતદાન થયું છે.

65 મોરબી-માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં એટલે કે સવારે સાતથી નવ વાગ્યા સુધીમાં કુલ 16628 પુરુષ મતદારોએ જ્યારે 6202 મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ 22830 મતદાતાઓએ સવારે બે કલકમા મતદાન કર્યું છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 11.72 ટકા પુરુષ મતદારોએ અને 4.79 ટકા સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારના પ્રથમ બે કલાકમાં સત્તાવાર રીતે 8.41 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 65 મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં 141857 પુરુષ મતદારો અને 129609 મહિલા મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને 2,71,467 મતદારો આ મતક્ષેત્રમાં નોંધાયેલા છે.

- text

 

- text