હળવદ : પતિ અને જેઠાણી વચ્ચે આડાસંબંધની શંકા કરતા પરિણીતાને માર માર્યાની ફરિયાદ

- text


મહિલા પોલીસે અરજીના આધારે પતિ અને જેઠાણી સામે ગુનો નોંધ્યો

હળવદ : હળવદમાં પતિ અને જેઠાણી વચ્ચે આડાસંબંધની શંકા કરતા પરિણીતાને પતિ અને જેઠાણીએ મારકુટ કરીને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં મહિલા પોલીસે અરજીના આધારે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વલુમાબેન ભોજરાજખાન મલેક (ઉ.વ.૩૫, રહે મુળ કોરડા તા.સાંતલપુર જી.પાટણ હાલ રહે હળવદ જી.આઇ.ડી.સી યાસીન સોલ્ટ કારખાનામા) એ આરોપી પતિ ભોજરાજખાન એલમખાન મલેક તથા જેઠાણી દનીબેન હનીફખાન મલેક સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ફરીયાદીના દીકરાનો જન્મ તા.૨૭/૦૨/૨૦૧૨ ના રોજ થયા બાદ બે માસ પછી આરોપી પતિ અને જેઠાણી વચ્ચે આડા સબંધ હોવા બાબતે ફરીયાદીએ કરેલ શંકા કુશંકા બાબતેનુ મનદુખ રાખી આ કામના બન્ને આરોપીઓએ અવાર- નવાર ઝધડા ઓ કરી મારકુટ કરી શારીરિક માનસીક દુખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં પરિણીતાએ અગાઉ કરેલી અરજી મામલે મહિલા પોલીસે તપાસ કરીને બન્ને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text