માળીયાની ભીમસર ચોકડી પાસેથી ત્રણ હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા

- text


એલસીબીએ હથિયારોને લે-વેચ થાય તે પહેલાં બન્ને આરોપીઓને દબોચી લીધા

મોરબી : મોરબી એલસીબીએ પેટા ચૂંટણીના અનુસંધાને હથિયારો ગેરકાયદે ઘુસાડવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એલસીબીએ આજે બાતમીના આધારે માળીયા મી.ના ભીમસર ચોકડી પાસેથી 2 દેશી પીસ્તોલ તથા 1 દેશી તમંચો અને 19 કાર્ટીઝ તેમજ 2 ખાલી મેગેજીન મળી કુલ કી.રૂ.27100ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી સંદિપ સીંઘ સાહેબ તથા પૌલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા અને વી.બી જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.એ હાલમાં મોરબી. માળીયા મિ. વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચુંટણી હોય જે ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પુરી થાય તે માટે મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવાની એલસીબી સ્ટાફને સૂચના આપી હતી.આથી આ અંગેની તપાસમાં આજે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહીલ, સંજયભાઇ મૈયડ,ભરતભાઇ મિયાત્રાને સયુંકત ખાનગી બાતમી રાહે. હકિકત મળી હતી કે, બે ઇસમો માળીયા, ભીમસર ચોકડી પાસે ગેરકાયાદે હથીયારો, કાર્ટીઝ લઈને આવેલ હોય જેઓ આ હથિયાર તથા કાર્ટીઝની લે-વેચ કરનાર છે. તેવી ચોકક્સ બાતમી હકીકત મળતા એલસીબી સ્ટાફે માળીયા હળવદ રૉડ ભીમસર ચોકડી પાસેથી આરોપીઓ કેતનભાઈ ચંદ્રકાંતભાઇ પંચોલી (રહે કવાટ જી.છોટાઉદેપુર) અને દિપકભાઇ નંદકિશોરભાઇ શમાં બ્રાહ્મણ (ઉં.વ. ૨૮ રહે. વડોદરા) ને 2 દેશી પીસ્તોલ તથા 1 દેશી તમંચો અને 19 કાર્ટીઝ તેમજ 2 ખાલી મેગેજીન મળી કુલ કી.રૂ.27100 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

આ બન્ને આરોપીઓ વિરુદ્ધ અગાઉ છોટા ઉદેપુર, વડોદરા ,મુંબઈ, આણંદમાં ગેરકાયદે હથિયારો લે-વેચના ગુન્હાઓ નોંધાયેલા છે.ત્યારે આ હથિયારો સાથે ઝડપી લેવાની કાર્યવાહીમાં એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા ,પોલીસ હેડ કોન્સ. દિલીભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ સંજયભાઇ મૈયડ, તથા પો.કોન્સ. ભરતભાઈ મીણાત્રા,આશીકભાઇ ચાણકયા, નિર્મળસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા રણવીરર્સિંહ જાડેજા, તથા AMTU ના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા સહિતના રોકાયેલા હતા.

- text