મોરબી : DyCM નીતિન પટેલ સાથે સીરામીક ઉધોગકારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

સીરામીક ઝોનના રસ્તાઓ, ટ્રાફિક, શ્રમિકો માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા સહિતના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી

મોરબી : રાજ્યના ડે. સીએમ નીતિનભાઈ પટેલે ચૂંટણી.પ્રચાર માટે તાજેતરમાં મોરબીની મુલાકાત લીધો હતી.ત્યારે તેમણે મોરબીના સીરામીક ઉધોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સીરામીક ઝોનના રસ્તાઓ, ટ્રાફિક, શ્રમિકો માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા સહિતના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી હતી.

મોરબીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલની હાજરીમાં સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.આ તકે ખાસ કરીને મોરબી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પરંતુ દેશમાં ઔદ્યોગિક હબ તરીકે જાણીતું છે.ત્યાં ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉકેલાય તેના માટે જુદા જુદા વિસ્તારો કે જ્યાં ઉદ્યોગ છેલ્લા વર્ષની અંદર વધુ પ્રમાણમાં ઉધોગ વિકાસ પામ્યા છે. ત્યાં રસ્તા પહોળા કરવા માટે તેમજ આગામી સમયમાં મોરબીની સિરામિક ટાઇલ્સની ગુણવત્તા વધે તે માટે થઈને નર્મદાના પાણી સિરામિક ટાઇલ્સના પ્રોડકશન માટે અને કારખાનામાં કામ કરતા શ્રમિકોને પીવા માટે મળે તેના માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું ભવિષ્ય ઊજળું છે. ત્યારે અહીના ઉદ્યોગ કારણે તમામ પ્રકારની મદદ સરકાર તરફથી મળશે તેવું આશ્વાસન પણ આપવામાં આવેલ છે.