જયંતિલાલ પટેલને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ આપ્યું સમર્થન

લોહાણા સમાજના વેવાઈના નાતે કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલને બહુમતીથી વિજય બનવાની શુભકામનાઓ પાઠવી

મોરબી : રવિવારે સાંજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં મુખ્ય એવી બન્ને પાર્ટીના ઉમેદવારો માટે શનિવારની રાત્રી જાહેર પ્રચાર માટેની અંતિમ રાત્રી છે. શનિવારની રાત અને રવિવારે સાંજે 5 વાગ્યા સુધીના હવે છેલ્લી કલાકોના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત એવા કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલને મોરબી લોહાણા સમાજના આગ્રણીઓનું સમર્થન મળ્યું હતું.

મોરબી લોહાણા સમાજના ચંડીભમર પરિવારના વેવાઈ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાની પેટાચુંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. ત્યારે મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ ચંડીભમર પરિવારની આગેવાનીમા કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલનુ ઉષ્માભેર તેમજ ઉમળકાભેર સન્માન કરી તેમનુ સમર્થન કર્યુ છે. જયંતિભાઈ મોરબી લોહાણા સમાજના વેવાઈ થતા હોય પ્રવર્તમાન પેટા ચુંટણીમાં તેમને સમર્થન આપવામા આવ્યુ છે તેમ ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓએ જણાવ્યુ હતું.

લોહાણા સમાજની આ બેઠકમાં ભુપતભાઈ માધવજીભાઈ ચંડીભમર, હસુભાઈ પરસોતમભાઈ ચંડીભમર, કીશોરભાઈ ભીમજીભાઈ ચંડીભમર, વિરલભાઈ ભુપતભાઈ ચંડીભમર, ચેતનભાઈ રમણીકલાલ ચંડીભમર, કુલદીપભાઈ હસુભાઈ ચંડીભમર, નલીનભાઈ રામજીભાઈ ચંડીભમર, જ્યોતિન્દ્ર રામજીભાઈ ચંડીભમર, ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ. પુજારા, ભરતભાઈ જમનાદાસભાઈ કારીયા, મહેશભાઈ છગનલાલ ભોજાણી, હરીશભાઈ હાલાણી, અમિતભાઈ રમેશભાઈ સચદેવ, સુનિલભાઈ જેઠાલાલ પુજારા, ભાવિકભાઈ મુકેશભાઈ સેતા, નવિનભાઈ અમરશીભાઈ રાચ્છ, મનોજભાઈ પ્રવિણભાઈ ચંદારાણા, જગદીશભાઈ દયાળજીભાઈ કોટક, હસુભાઈ હીરાલાલ ભાઈ પંડીત, અનિલભાઈ પ્રવિણભાઈ ગોવાણી, જગદીશભાઈ વાલજીભાઈ ગણાત્રા, પ્રશાંતભાઈ પ્રવિણભાઈ સેતા, જયભાઈ ભરતભાઈ રુપારેલીયા, પરાગભાઈ ભુપેન્દ્રભાઈ રૂપારેલીયા, હીતેશભાઈ પ્રવિણભાઈ રૂપારેલીયા, મહેશભાઈ મુળચંદભાઈ રાચ્છ, જીતેન્દ્રભાઈ ત્ર્યંબકલાલ કોટક, પંકજભાઈ વલ્લભભાઈ ચંડીભમર, ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ, જયભાઈ જીજ્ઞેશભાઈ ભોજાણી, જયભાઈ પંકજભાઈ સેજપાલ, અભિષેકભાઈ રાજેશભાઈ પોપટ, અનિલભાઈ દયાળજીભાઈ સોમૈયા, ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ અમરશીભાઈ રાચ્છ, સંજયભાઈ મનસુખભાઈ મુલીયા, જીજ્ઞેશભાઈ રમણીકલાલ બુધ્ધદેવ, મોહીતભાઈ રાચ્છ, વિપુલભાઈ રાજેશભાઈ પંડીત, વિશાલભાઈ રાજુભાઈ ગણાત્રા, દીપેનભાઈ કાંતિલાલ કારીયા, નિલેશભાઈ ખખ્ખર (મામા દલાલ), ભીખાલાલ વલ્લભદાસ ભોજાણી, વિનયભાઈ એમ.કોટક, હરીશભાઈ દેવકરણભાઈ રાજા, રસીકભાઈ તન્ના, ચંદ્રવદનભાઈ ચીમનલાલ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, રસીકલાલ શિવજીભાઈ તન્ના, ઉપેન્દ્રભાઈ બારા, હીતેશભાઈ બારા, પ્રશાંતભાઈ માણેક સહીતના મોરબી લોહાણા સમાજના વિવિધ પરિવારના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વેવાઈ જયંતિભાઈનુ સન્માન કરી સમર્થન આપ્યુ હોવાનું નિર્મિતભાઈ કક્કડે જણાવ્યું હતું. જયંતિભાઈ શિક્ષીત તેમજ કુશળ વ્યક્તિત્વ ધરાવતા ઉદ્યોગપતિ હોવાથી તથા વ્યાપારીઓ તેમજ ઉદ્યોગપતિઓને પડતી મુશ્કેલીઓ તેમજ તેમની સમસ્યાઓ દુર કરવા તેમણે ખાત્રી આપી હતી એમ લોહાણા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate