બ્રિજેશ મેરજાના સમર્થનમાં મોરબીમાં વિશાળ બાઇક રેલી નિકળી

છેલ્લી ઘડીના પ્રચાર અભિયાનમાં ભાજપ કાર્યકરોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

મોરબી : છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચાર અભિયાન માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં ભાજપ યુવા મોરચાએ આજે મોરબી શહેરમાં વિશાળ બાઇકરેલીનું આયોજન કરાયું હતું.

મોરબી શહેરમાં શનિવારે બપોર બાદ ભાજપની વિશાળ બાઇક રેલી નિકળી હતી. મોરબી યુવા ભાજપના અગ્રણીઓ દ્વારા કાઢવામાં આવેલી આ બાઇક રેલીએ લોકોમાં ખાસુ આકર્ષણ જમાવ્યું હતું. સામાકાંઠે આવેલા સર્કિટ હાઉસથી બાઇક રેલીની શરૂઆત થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગોને આવરતી આ રેલી રવાપર રોડ, શનાળા રોડ પર ભાજપના મધ્યસ્થ કાર્યાલયે વિરામ પામી હતી. આ રેલીમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા, ઉમેદવાર બ્રિજેશ મેરજા સહિત સ્થાનિક યુવા કાર્યકરો તેમજ નેતાઓ જોડાયા હતા.