ધારાસભ્ય બન્યા બાદ મળતો પગાર મોરબી-માળિયાની જનતા માટે ખર્ચીશ : જ્યંતીલાલ પટેલ

- text


મોરબી-માળીયા બેઠકના કોંગ્રેસ ઉમેદવારનું જનતા-જનાર્દનને જાહેરવચન

મોરબી : આવતીકાલે 1નવેમ્બરે સાંજે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચારનો સમય પૂરો થઈ રહ્યો છે. 3 નવેમ્બરે મતદાન છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ પટેલ જાહેર વચન આપ્યું છે કે ધારાસભ્ય બન્યા બાદ ધારાસભ્ય તરીકેનો પગાર અને ભથ્થાની તમામ રકમ મોરબી – માળીયા વિસ્તાર લોકો માટે વાપરીશ.

65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ જેરાજ પટેલે જાહેર કર્યું હતું કે, જો હું ધારાસભ્ય બનીશ તો પુરી ટર્મ સુધી મને મળનારા પગાર તેમજ અન્ય ભથ્થાઓ હું મોરબી-માળીયા વિસ્તારની જરૂરિયાતમંદ જનતા માટે વાપરીશ. ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટાયેલા ધારાસભ્યો આવતા 22 માસ માટે ચૂંટાવવા જઇ રહ્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો માટે મુખ્ય ચૂંટણી આવનાર છે. આમ આ 22 માસ દરમ્યાન એક ધારાસભ્યનો અંદાજીત પગાર રૂપિયા 24 લાખ થવા જાય છે. આ રકમ મોરબી-માળિયાની જનતા માટે વાપરવાનું જયંતીલાલ પટેલે આજે જાહેર વચન આપ્યું હતું. આમ જ્યંતીલાલ પટેલ સત્તા માટે નહીં પણ જનતાની સેવા કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે એવો સ્પષ્ટ સંદેશો મતદારોને આપ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text