મોરબી જિલ્લાના ‘પાસ’ના અગ્રણીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજે તા. 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી છે. સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે દેશભરમાં આજે ‘એક્તા દિવસ’ની ઉજવાઈ કરાઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે મોરબી જિલ્લાના પાસના અગ્રણીઓ દ્વારા મોરબી શહેરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં આવ્યા છે. અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ તકે ‘જય સરદાર’નો નાદ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો. આમ, પાસ દ્વારા અખંડ ભારતના નિર્માતા અને એકતાના પ્રતિક એવા સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી નાત-જાતના ભેદભાવ વિના હર્ષ-ઉલ્લાસથી કરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate