મોરબી : પરિણીતા પર એસિડ એટેક કરનાર પૂર્વ પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

- text


વર્ષ 2018માં પરિણીતાએ બીજા લગ્ન કરી લેતા નારાજ થયેલા પૂર્વ પતિએ એસિડ છાંટ્યાના બનાવમાં ડિસ્ટ્રીકટ કોર્ટનો દાખલારૂપ ચુકાદો

મોરબી : મોરબીમાં વર્ષ 2018 માં બીજા લગ્ન કરી લેવા મામલે પરિણીતા ઉપર તેના પૂર્વ પતિએ એસિડ છાંટાયાંના બનાવનો કેસ આજે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીકટ કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો અને સંયોગિક પુરાવાઓને ધ્યાને લઈને આરોપી એવા પૂર્વ પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. મહિલાઓ ઉપર એસિડ એટેકના બનાવોને ગંભીરતાથી લઈને મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટે આજે એસિડ એટેકના બનાવમાં મહત્વપૂર્ણ દાખલારૂપ ચુકાદો આપ્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં વાઘપરા વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી બીન્તાબેન વિશાલભાઈ આંડેસરા નામની પરિણીતા ઉપર તા.19/2/2018 ના રોજ તેના પૂર્વ પતિ કલ્પેશભાઈ મનસુખભાઇ ગઢિયાએ એસિડ છાંટયું હતું. જે તે વખતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2016માં પરિણીતાએ આરોપી કલ્પેશભાઈ મનસુખભાઇ ગઢિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પણ લગ્નબાદ બન્ને પતિ-પત્ની વચ્ચે કંજીયા કંકાસ થતા પરિણીતાએ તેના પતિ કલ્પેશ સાથે ત્રણ માસના લગ્નના ટૂંકાગાળામાં છૂટાછેડા લઈ લીધા હતા.

પ્રથમ પતિથી છૂટાછેડા લઈને પરિણીતાએ અગાઉના મિત્ર એવા વિશાલ સાથે પ્રેમ સબંધ થઈ જતા તેની સાથે થોડા સમય રહ્યા બાદ બીજા લગ્ન કરી લીધા હતા. પરિણીતાએ બીજા લગ્ન કરતા નારાજ થયેલા પૂર્વ પતિ કલ્પેશ તેની પાછળ પડી જઈને મોકો મળતા નગર દરવાજા પાસેથી ચાલીને જઈ રહેલી પરિણીતા ઉપર એસિડ એટેક કર્યો હતો. આ કેસમાં પોલીસે જેતે સમયે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ત્યારે આજે એ.ડી.ઓઝા પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.સી. જાનીની ધારદાર દલીલો અને પુરવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી કલ્પેશને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રૂ.7.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text