મકનસર નજીક ભેંસ અથડાયા બાદ ટ્રેનનું એક વેગન પાટા પરથી ખડી પડ્યું

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ભેંસ વચ્ચે આવતા પાટા પરથી ટ્રેનનું એક વેગન ખડી પડ્યું હતું. જેના લીધે આજે સવાર સુધી ટ્રેનનો વ્યવહાર ખોરવાય ગયો હતો. અકસ્માત બાદ રીપેરીંગ કરી ટ્રેનને રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી મળતી માહિતી મુજબ ગઈકાલે તા. 27ના રોજ રાત્રે 9-30 વાગ્યા આસપાસ અમદાવાદથી કોલસો ભરવા માટે એક માલવાહક ટ્રેન મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ફાટક નં. 17 પરથી પસાર થતી હતી. તે વખતે એક ભેંસ ટ્રેનને અથડાઈ હતી. આથી, ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તેમજ ટ્રેનનું એક વેગન પાટા પરથી ખડી પડ્યું હતું. જો કે ટ્રેનના અન્ય કોઈ ડબ્બાને નુકસાન પહોંચ્યું નહતું. આથી, માલહાનિ થઇ નહતી. આ ઘટનાની જાણ થતાં રેલવેની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી રીપેરીંગ કામ પૂરું કરી ટ્રેનને આજે સવારે રવાના કરાઈ હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text