મોરબીમાં સીસીઆઈ મારફતે ટેકાના ભાવે કપાસ ખરીદો : કિશાન સંઘ મેદાને

- text


જીઈબીનું ખાનગી કરણ અટકાવવા સહિતના દસ મુદ્દે આવેદન

મોરબી : મોરબીના ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને ખેડૂતોને લગતી વિવિધ 10 જેટલી સમસ્યાઓ અંગે મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં નીચે મુજબની વિવિધ માંગ કરવામાં આવી છે.

1. બે ઈંચથી વધારે વરસાદ પડતા દરેક જીલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં વળતર ચૂકવવું.
2. સી.સી.આઈ.માં કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી.
3. મગફળીની ખરીદીમાં ભેજની ટકાવારીમાં 2%નો વધારો કરવો અને ઉતારામાં 10%નો ઘટાડો કરવો.
4. દરેક ગામડાની અંદર રખડતા માલિકી વગરના પશુધનની યોગ્ય વ્યવસ્થા કરવી.
5. ખેતરના રીપેરીંગ માટે તેમજ ગામડામાં મકાન બનાવવા માટે ખેડૂત ગમે ત્યારે માટી અને રેતી લઈ શકે.
6. ડીજીટલ યુગમાં ખેડૂતને દરેક વખતે 7/12ની નકલ કાઢવાનો ખર્ચ અને સમય શું કરવા વાપરવો?
7. ગૌશાળાનું ડીમોલેશનની જગ્યાએ કાયમી ભાડાકરાર કરી દેવો જોઈએ.
8. ગૌશાળાઓની દરેક ગાયો અને ખેતી કરતા બળદોને 50 રૂપિયા સબસીડી નિભાવ પેટે કાયમી આપવી.
9. પાંજરાપોળની સહાય યોજનાની જમીન મર્યાદા હટાવવી.
10. જી.ઈ.બી.નું ખાનગીકરણ અટકાવવું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text