રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની મોરબીમાં ગુરુવારે જાહેર સભા

કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહેશે

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકના પરાકાષ્ઠા તરફ જઈ રહેલા ચૂંટણી પ્રચારમાં ગુરુવારે રાત્રે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મોરબીમાં જાહેરસભા ગજવવા આવી રહ્યા હોય કોંગ્રેસના સ્થાનિય નેતાઓ અને કાર્યકરોમાં ગજબનો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

ગુરુવારના રોજ 65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ મોરબીમાં જંગી જાહેરસભાને સંબોધશે. સાથોસાથ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા પણ આ જાહેરસભામાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરશે. મોરબીના બાપા સીતારામ ચોકમાં સાંજે 08:00 વાગ્યે યોજાનારી વિશાળ જાહેર સભા માટે કોંગ્રેસના સ્થાનીય નેતા-કાર્યકર્તાઓએ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા માટે કોંગ્રેસના ચૂંટણી મુદ્દાઓ જાહેર જનતા સુધી પહોંચે એ માટે મોરબી જિલ્લા કોંગ્રેસ તરફથી જાહેર જનતાને ઉપરોક્ત સભામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.