વાંકાનેરના ડે.કલેકટર વાસવાને સત્તાના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરાયા

રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી હાલ વાંકાનેર પ્રાંત અધિકારીનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારી ગંગાસીગને સોપાયો

વાંકાનેર : વાંકાનેરના ડે.કલેકટર (પ્રાંત અધિકારી) એન.એફ.વસાવાને આજે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને વાંકાનેર પ્રાંત અધિકારીનો ચાર્જ હળવદના અધિકારીને સોંપવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાના વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા એન.એફ.વસાવાને રાજ્ય સરકારે આજે સસ્પેન્ડ કરી દેતો હુકમ કરતા મોરબી જિલ્લા રેવેન્યુ વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાંકાનેરના ડે.કલેકટર તરીકે વસાવાએ તેમની સત્તા બારના હુકમો કરી જમીનો ફાળવી દેવા મામલે અને સત્તાનો દુરુપયોગ કરવા મામલે સરકારે તેમને સસ્પેન્ડ કર્યાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સરકારે વાંકાનેર પ્રાંત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારી ગંગાસીંગને સોંપી દેવામાં આવ્યો છે.