મોરબીમાં વધુ એક વિસ્તારમાં પેટાચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

- text


મહેન્દ્રપરામાં પ્રાથામિક સુવિધાની સમસ્યાના લીધે સ્થાનિકોએ ઉમેદવારોને મત માંગવા આવવા માટે મનાઈ ફરમાવી

મોરબી : મોરબીમાં પેટાચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો અને કાર્યકર્તાઓ અલગ-અલગ વિસ્તારમાં ફરી સભા કરી પોતાના પક્ષને જિતાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ થોડા દિવસ પહેલા મોરબીમાં કાલિકા પ્લોટ અને બોરીયાપાટી વિસ્તારમાં પેટાચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે વધુ એક વિસ્તારમાં પેટાચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે.

ગઈકાલે તા. 28ના રોજ મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તાર વોર્ડ નં. 6માં ભૂગર્ભના પાણી રોડ પર આવી જાય છે. આ સમસ્યા ઘણા સમયથી છે. જેનો તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી. આ ઉપરાંત, અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને પણ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. આથી, મહેન્દ્રપરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળવાના લીધે રહીશોએ મોરબી 65 વિધાનસભા પેટાચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે, તેવા બેનરો લગાડ્યા છે. તેમજ આ બેનરમાં કોઈએ મત માંગવા આવવું નહિ તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text