મોરબીની જાણીતી માધવ હોસ્પિટલમાં સ્કિન વિભાગના શુભારંભ નિમિત્તે 31મી સુધી ફ્રી નિદાન કેમ્પ

 

હવે ચામડીના રોગો તેમજ તેને લગતી અન્ય સારવાર માટે કાયમી સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક સેન્ટર રહેશે કાર્યરત : ચામડી, વાળ અને કોસ્મેટોલોજીના નિષ્ણાંત ડો.ચાંદની આદ્રોજાની સેવા મળશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જાણીતી માધવ હોસ્પિટલમાં સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે નિમિત્તે અહીં તા.31મી સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવીને આ કેમ્પનો લાભ લેવા મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે.

મોરબીના અયોધ્યાપુરી રોડ પર જલારામ મંદિરની સામે સાવસર પ્લોટ 7/8માં આવેલ પરમેશ્વર પ્લાઝાના પહેલા માળે કાર્યરત માધવ હોસ્પિટલમાં સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક સેન્ટરનો શુભારંભ થયો છે. જ્યાં કોઢ, ધાધર, કરોળીયા, ખરજવું, ખસ, ગુમડા, અળાઈઓ, ખીલ તથા ખીલના ડાઘા, સન- ટેનિંગ, સોરીયાસિસ, પેમ્ફીગસ, ચેપી તથા બિન ચેપી મસા, દાઝ પડી જવી, કેમિકલ ફેસિયલ, પાર્ટી પિલ, સ્કિન પોલીસિંગ, મેડિફેસિયલ, આંખના કાળા કુંડાળા, અણગમતા વાળને દૂર કરવા, વાળ ખરવા, ખોડો, ટાલ, ઉંદરી, એલર્જી, કેલોઇડ, હરપીસ ઝોસ્ટર, ઇન્સ્ટન્ટ ગ્લો તેમજ મેરેજ પહેલા ત્વચાના નિખાર માટે અને ચામડી તેમજ રોગને લગતા તમામ રોગોની સારવાર ઉપલબ્ધ છે. અહીં ચામડી, વાળ અને કોસ્મેટોલોજીના નિષ્ણાંત ડો. ચાંદની ચીરાગ આદ્રોજા (એમ.બી.ડી.વી.ડી.- ડર્મેટોલોજીસ્ટ એન્ડ કોસ્મેટોલોજીસ્ટ) સેવા આપે છે.

ઉલ્લેખનીય છે કે સ્કિન વિભાગના શુભારંભ પ્રસંગે અહીં તા.26થી 31 ઓક્ટોબર ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન કોસ્મેટિક સારવાર ઉપર આકર્ષક ઓફર પણ આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ફોન નં. 02822-227033, મો.નં. 9328696028 ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.