વીજળીના ફ્યુલ સરચાર્જમાં 19 પૈસાનો ઘટાડો : ઉર્જા મંત્રીની મોરબીમાં જાહેરાત

- text


મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમ પૂર્વે જ ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા વીજળીના ફ્યુલ સરચાર્જમાં 19 પૈસાના ઘટાડાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

મોરબીમાં સીએમના કાર્યક્રમ સ્થળે ઉર્જા મંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી જણાવ્યું હતું કે આ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ ત્રણ મહિનામાં ફ્યુલ સરચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બે રૂપિયા ફ્યુલ સરચાર્જ હતો તેને એક રૂપિયા 81 પૈસા કરવામાં આવ્યો છે જેના લીધે 1.40 લાખ વીજધારકોને ત્રણ મહિનામાં 356 કરોડનો ફાયદો થવા જઈ રહ્યો છે.

વધુમાં તેઓએ કહ્યું કે કોલસા અને ગેસના ભાવ ઘટતા વીજળીના ભાવ ઘટાડવામાં આવ્યા છે જેનો સીધો લાભ ગુજરાતની જનતાને આપવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. મોરબીના ઉદ્યોગકારો સહિત 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને આ ફાયદો થશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text