મોરબીમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના : અનેક સ્થાનિક નેતાઓ આવ્યા હતા સંપર્કમાં

મોરબી : મોરબીમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના પોઝીટીવ આવ્યો છે. તાજેતરમાં જ તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા. અહીં અનેક સ્થાનિક નેતાઓ તેમના સંપર્કમાં પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં ગત તા.23ના રોજ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પધાર્યા હતા. તેઓએ હાઉસિંગ બોર્ડ ખાતે સભા પણ સંબોધી હતી. ઉપરાંત આગેવાનો અને કાર્યકર્તાઓને પણ તેઓ મળ્યા હતા. જો કે આજ રોજ સ્મૃતિ ઇરાનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ પોતાના ટ્વીટર ઉપર રિપોર્ટની માહિતી શેર કરી છે. જેમાં તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરન્ટાઇન થવાની અપીલ પણ કરી છે


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate