મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ વિધાયક-2020 પર વેબીનાર યોજાયો

મોરબી : મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ વિધાયક-2020 પર વેબીનાર યોજાયો હતો. જેમાં ભારત સરકારનાં કૃષિ વિધાયક – ૨૦૨૦ પર મોરબી જીલ્લાનાં ખેડુતોને વેબીનાર તથા લાઇવ ફેસબુક પર ડી. એ. સરડવા, સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ દ્વારા આ વિષયને અનુરૂપ માહિતી આપેલ હતી. તેમજ ડો. હેમાંગીબેન ડી. મહેતા વૈજ્ઞાનિકે ખેડુતોને કૃષિ બીલથી થતા ફાયદા વિષે તથા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિષે ખેડુતોને સમજુતી આપી હતી. તથા ગમનસિંહ ઝાલાએ બધાનો આભાર માન્યો અને ડી. એ. સરડવા અને ડો. એ. એચ. સિપાઇએ ખેડુતોનાં પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate