મોરબી આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું

- text


જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ અને શક્તિ કેન્દ્રોના સંયોજકો સાથેની બેઠકમાં પાટીલે પેટા ચૂંટણીની તમામ આઠે-આઠ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મોરબી : ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમવાર મોરબી આવેલા સી.આર. પાટીલે આજે સોમવારે બપોરે ભાજપના જિલ્લા સંયોજકો અને શક્તિ કેન્દ્રોના સભ્યો સાથે ચૂંટણીના પ્રચાર-પ્રસાર સંબંધી બેઠકો યોજી ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સોમવારે સવારે લીંબડી વિધાનસભા બેઠક માટે હાલ ચાલી રહેલા ચૂંટણી પ્રચારની વિગતો મેળવ્યા બાદ સીધા મોરબી અવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે શનાળા રોડ, સરદારબાગ સામે સ્થિત હરભોલે હોલમાં બપોરે 2:30 વાગ્યા બાદ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ અને સભ્યો સાથે બેઠકનો બીજો દૌર આગળ ધપાવ્યો હતો.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બ્રિજેશ મેરજા, મોરબી ચૂંટણીના ઇન્ચાર્જ આઈ. કે. જાડેજા, સૌરભભાઈ પટેલ, ભીખુભાઇ દલસાણીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોહનભાઇ કુંડારીયા, દુર્લભજી દેથરીયા, રિષભ કૈલા, હિરેનભાઈ પારેખ, પ્રદીપભાઈ વાળા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, જ્યોતિસિંહ જાડેજા, કે. એસ. અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ફુલહાર તથા મોમેન્ટો દ્વારા પાટીલનું સ્વાગત કર્યું હતું. મંચ પરથી તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે, મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર તો ભાજપ જીતે જ છે આ ઉપરાંત અન્ય 7 બેઠકો પર પણ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે. આવો વિશ્વાસ વ્યક્ત કરી પાટીલે સ્થાનીય તમામ નેતાઓ, કાર્યકર્તાઓને છેલ્લી ઘડી સુધી અથાક મહેનત કરવાનું આહવાન કર્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text