વાંકાનેરના આઉટસોર્સિંગ આરોગ્યકર્મીઓ દ્વારા પગાર વધારવા અને નિયમિત આપવા આવેદન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોર્સની એજન્સી તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગમાં કામ કરે છે. જેમાં માસિક 8504 રૂપિયા જેટલો સામાન્ય પગાર હોવાથી હાલની કાળજાળ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલી બનેલ છે. ત્યારે આઉટસોર્સિંગના વાંકાનેર તાલુકાના 60 થી 70 આરોગ્ય કર્મચારીઓ, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેરને પગાર વધારવા મામલે રજુઆત કરવામાં આવી હતી. અને સાથે તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પત્ર આપીને પગાર વધારો કરવાની માંગ કરી હતી.

હાલ કોરોનાની મહામારી વચ્ચે ખડેપગે લોકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા અને કોરોનાની ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરી તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઈ અને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવતી હતી. આવા કપરા સંજોગોમાં પણ આરોગ્ય કર્મચારીઓએ આરોગ્યની કામગીરી કરેલ છે અને ગામડા સુધી પહોંચીને કામગીરી છે. ત્યારે સરકાર દ્વારા ઘણા સમયથી પગાર નહીં વધારતા અને આરોગ્ય કર્મચારીઓને પેટ્રોલ તેમજ અપડાઉનનો ખર્ચો લાગતો હોય છે. ત્યારે આ સામાન્ય પગારમાં આટલી મોંઘવારીમાં નોકરી કરવી મુશ્કેલ છે. ત્યારે આ બાબત તાલુકા હેલ્થ અધિકારીને આવેદન પત્ર આપીને આવેદનમાં જણાવી સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(MPHW), ફિમેલ હેલ્થ વર્કર(FHW), વોર્ડબોય, વોડઆપા, ક્લાર્ક તેમજ ડ્રાઈવર કર્મચારીઓના પગાર વધારવામાં આવે તેવી માંગ કરેલ છે. આ સાથે જે પગાર અનિયમિત ચુકવવામાં આવે છે તે નિયમિત ચૂકવવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text