વેપારીઓને કોરોનાનું ગ્રહણ નડ્યું : દશેરાએ સરેરાશ 50 ટકા જ મીઠાઈ-ફરસાણનું વેચાણ

- text


પ્રતિ વર્ષ અંદાજિત 25 હજાર કિલો સાટાની ખરીદી વચ્ચે આ વખતે માત્ર 15 હજાર કિલો જ સાટા વેચાયા

મોરબી : કોરોનાએ મીઠાઈના વેપારીઓની દશેરાની મજા બગાડી નાખી હતી. મોરબીમાં આ વખતે કોરોનાને કારણે દશેરાની ઉજવણીમાં મીઠાઈ-ફરસાણની ખરીદી અડધોઅડધ કાપ મુકાયો હતો અને દશેરાના તહેવારની ઉજવણીમાં સરેરાશ 50 ટકા જ મીઠાઈ-ફરસાણની ખરીદી થઈ હતી. પ્રતિ વર્ષ અંદાજિત 25 હજાર કિલો સાટાની ખરીદી વચ્ચે આ વખતે માત્ર 15 હજાર કિલો જ સાટા વેચાયા હતા.

દશેરાની પર્વેમાં વર્ષોની પરંપરા મુજબ ઘરેઘરે સાટા પ્રસાદ રૂપે ખવાય છે. દશેરાની ઉજવણી માટે સાટા ઉપરાંત અન્ય મીઠાઈ અને ફરસાણની પણ લોકો ભારે ખરીદી કરતા હોય છે. તેમાં ઉધોગ-ધંધાના માલિકો પણ તેમના મજૂરો અને કર્મચારીઓને મીઠાઈ અને ફરસાણની લ્હાણી કરતા હોય છે. આથી, દશેરાની ઉજવણી માટે ત્રણ દિવસ અગાઉ જ મીઠાઈની ભરપૂર ખરીદી નીકળતી હોવાથી વેપારીઓને તડાકો પડી જાય છે. પણ આ વખતે કોરોનાએ તમામ તહેવારોની સાથે દશેરાની ઉજવણીની પથારી ફેરવી નાખી છે.

મોરબીમાં 150થી વધુ મીઠાઈ અને ફરસાણની દુકાનો છે. આ દુકાનોમાં દર વર્ષે ભારે ભીડ જામતી પણ આ વખતે ખૂબ ઓછી ઘરાકી જોવા મળી હતી. વેપારીઓ કહ્યું હતું કે કોરોનાના કારણે માત્ર 50 ટકા જેવો વેપાર થયો છે. સીરામીક સહિતના ઉધોગો અને વિવિધ ધંધોઓ તરફથી પણ આ વખતે ખરીદીના ઓર્ડર આવ્યા જ નથી. દર વર્ષે આશરે 25 હજાર કિલો સાટાની ખરીદી થાય છે. પણ આ વખતે માત્ર 15 હજાર કિલો જ સાટા વેચાયા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text