મોરબીમાં માધવ સાર્વજનિક પુસ્તકાલય તથા મેડીકલ સાધન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું

- text


મોરબી : ગઈકાલે તા. 25ના રોજ દશેરાના તહેવારના દિવસે કેશવ કુંજ, ચિત્રકૂટ ચોક, સનાળા રોડ, મોરબી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવા ભારતી સંલગ્ન ડો. હેડગોવર જન્મ શતાબ્દી સેવા સમિતિ – રાજકોટ દ્વારા માધવ સાર્વજનિક પુસ્તકાલય તથા મેડીકલ સાધન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિવિશેષ તરીકે ડો. જયંતિભાઈ ભાડેશીયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક), વિમલભાઈ ભીમાણી (પુસ્તક પરબ કાર્યકર્તા), ભાવિપ્રસાદ રાવલ (નિવૃત્ત જનસંપર્ક અધિકારી, પોસ્ટ ઓફિસ), ભીમજીભાઇ વાઘજીયાણી (સ્વાસ્થ્ય આયામ પ્રમુખ -સૌરાષ્ટ્ર પ્રાંત), રણછોડભાઇ કુંડારીયા (જિલ્લા સેવા પ્રમુખ – મોરબી) તથા કરસનદાસ બાપુ (કબીર આશ્રમ) ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પુસ્તકાલયમાં રાષ્ટ્રીય સેવક સંઘ, દેશભક્તિ અંગેના પુસ્તકો, નવલિકા-નવલકથા જેવા 1500-2000 જેટલાં પુસ્તકો ઉપલબ્ધ છે. તેમજ મેડીકલ જનસેવા કેન્દ્રમાં વોકર, ટોયલેટ ચેર, વ્હીલ ચેર, યુરિન પોટ, ઓર્થોપેડિક પલંગ સહિતના મેડિકલ સાધનો નજીવા દરની ડિપોઝિટ સાથે જરિયાતમંદોને મળી શકશે

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text