આમરણની હાઇસ્કુલનું 30 દિવસમાં રીનોવેશન ન થાય તો વિદ્યાર્થીઓ-વાલીઓ આંદોલન કરશે

- text


હાઇસ્કુલના રીનોવેશનની સાથે શિક્ષકો સહિતના સ્ટાફની ખૂટતી જગ્યા ભરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત

મોરબી : મોરબી તાલુકાના અમરણ ચોવીસી ગામની એક ટ્રસ્ટ સંચાલિત હાઇસ્કુલ જર્જરિત બની ગઈ છે. આ હાઇસ્કુલ જર્જરિત થઈ જવાથી વિદ્યાર્થીઓ પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ હાઇસ્કુલની જોખમી સ્થિતિ હોવા છતાં ટ્રસ્ટને કઈ પડી જ ન હોય તેમ રીનોવેશન ન કરાવતા અંતે સરકાર સમક્ષ આ હાઇસ્કુલનું રીનોવેશન કરવાની અને શિક્ષકો સહિત સ્ટાફની ખૂટતી જગ્યા ભરવાની રજુઆત કરવામાં આવી છે અને 30 દિવસમાં હાઇસ્કુલનું રીનોવેશન ન થાય તો વિદ્યાર્થીઓ-વાલીઓ આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે.

મોરબીના જાગૃત નાગરિક જીવણભાઈ કુંભરવાડીયાએ સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી સહિત રાજ્યના શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે કે આમરણ ગામે આવેલ સી. એલ. પરીખ હાઇસ્કુલ આસપાસના 10 ગામો વચ્ચેની આ એકમાત્ર અનુદાનીત શાળા છે. આ શાળામાં હાલમાં ઘો. 9ના 2, ધો. 10ના 2 વર્ગો મળીને કુલ 4 વર્ગોમાં 10 ગામના હાલ 180 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ હાઇસ્કુલનું વર્ષ 1982 માં બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ હાઇસ્કુલની ભૌતિક સ્થિતિ એકદમ નબળી પડી ગઈ છે અને હાઇસ્કુલની ઇમારત ભારે જર્જરિત બની જવાથી જોખમી બની ગઈ છે. તેથી, વિદ્યાર્થીઓ પર અકસ્માત થવાની સતત દહેશત રહે છે.

- text

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે શાળાનું ટ્રસ્ટ આ બાબતે નિષ્ક્રિય છે. આસપાસની શાળાઓ બંધ થઈ રહી છે. શાળામાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરે છે. તેના વાલીઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેમની પાસેથી શાળાનું રીનોવેશન માટે અનુદાન મળી શકે એમ નથી. ત્યારે સરકાર આ શાળાને ટ્રસ્ટ પાસેથી હસ્તગત કરીને પુનઃ ધબકતી કરે તેવી માંગ કરી છે. તેમજ આ શાળામાં ચાર શિક્ષકો અને એક કારકુનની જગ્યા ખાલી હોવાથી આ જગ્યા ભરવાની પણ માંગ કરી છે. આ શાળાના સંપૂર્ણ રીનોવેશન માટે આશરે રૂ. 25 લાખની જરૂર હોય એ અનુદાન આપવાની પણ માંગ કરીને આ પ્રશ્ને 30 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો વિદ્યાર્થીઓ-વાલીઓ આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text