હળવદ માર્કેટ યાર્ડમાં મજૂરની અછતને લીધે બે દિવસ કપાસની આવક બંધ કરાઈ

- text


શનિવારે નવરાત્રીની આઠમ હોવાથી માર્કેટ યાર્ડ બંધ રહેશે, રવિવારે બપોરે ત્રણ વાગ્યા પછી કપાસની આવક ચાલુ કરાશે : મહેશભાઈ પટેલ

હળવદ: હળવદ માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને મગફળીની આવકમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે જેની પ્રમાણમાં મજુર બહુ ઓછા હોય સાથે આગામી તારીખ ૨૪ને શનિવારે નવરાત્રીની આઠમ હોય જેથી માર્કેટયાર્ડ આઠમના દિવસે બંધ રહેનાર હોય જેને લઇ આજથી હળવદ માર્કેટ યાર્ડમાં રવિવારના બપોરના ત્રણ વાગ્યા સુધી કપાસની આવક બંધ કરવામાં આવી હોવાનું હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જણાવાયું છે.

હાલ હળવદ યાર્ડમાં કપાસ અને મગફળીના ગંજ ખડકાયેલા છે સાથે જ કોરોનાની મહામારીને લઇ જે મજૂરો પોતાના વતન ગયા હતા તે હજુ સુધી મોટાભાગના પરત ફર્યા નથી. માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળી લઈ આવતા ખેડૂતોને હરાજી થવામાં વિલંબ થતો હોય છે સાથે જ વ્યવસ્થા ન જળવાતી હોય વળી પાછું ગમે ત્યારે કમોસમી વરસાદ પણ ખાબકે છે જેથી ખેડૂતોનો માલ યાર્ડમાં આવ્યા પછી પડ્યો ન રહે અને તેની તાત્કાલિક હરરાજી થઈ જાય જેને લઈ માર્કેટયાર્ડ દ્વારા આવતીકાલ શુક્રવાર અને શનિવારે તો નવરાત્રીની આઠમ હોવાથી માર્કેટ યાર્ડ બંધ રહેશે જેથી કપાસ લઈ આવતા ખેડૂતોને રવિવારે બપોરે ત્રણ વાગ્યા પછી આવવા માટે જણાવાયું છે જેથી ત્યાં સુધી માર્કેટયાર્ડમાં કપાસની આવક બંધ રાખવામાં આવી છે.

- text

સાથે જ સોમવારથી માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે. તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text