ગાળા ગામ નજીક હોકળામાં કેમિકલયુક્ત પ્રવાહી છોડતા અનેક માછલાઓના મોત

- text


મોરબી : ગાળા ગામ નજીક આવેલા નવનાલા હોકરામાં કોઈ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડતા અનેક માછલાઓના મોત થયા હતા. જેના લીધે પર્યાવરણપ્રેમીઓમાં આક્રોશની લાગણી ફેલાય છે. તેમજ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.

મોરબીના ગાળા ગામ નજીક આવેલ નવનાલામાં ગતરાત્રે કેમિકલયુક્ત પાણી કે અન્ય પ્રવાહી કોઈના દ્વારા છોડવામાં આવ્યું હોવાથી આવા કેમિકલવાળા પાણીના લીધે નાલામાં રહેલા અનેક માછલાંઓએ તરફડીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બનાવની જાણ થતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાય છે. તેમજ કેમિકલયુક્ત હાનિકારક પાણી છોડનાર કારખાના સામે પ્રદૂર્ષણ બોર્ડ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text