ચૂંટણી કાર્ડ ન હોય તો આ 11 દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે

- text


મોરબી : ભારતનાં ચૂંટણી પંચએ આપેલ આદેશ અનુસાર ગુજરાત રાજયમાં તા. 3 નવેમ્બરના રોજ યોજાનાર અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા (અ.જા), કરજણ, ડાંગ તથા કપરાડા વિધાનસભા મત વિભાગોની પેટા ચૂંટણીમાં મતદાન મથક ખાતે મતદાન કરતાં પહેલાં જેઓને મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) ઇસ્યુ કરવામાં આવેલ છે, તેવા તમામ મતદારો ઓળખ પ્રસ્થાપિત કરવા મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરી મતદાન કરી શકશે. overseas electors તરીકે નોંધણી થયેલ મતદારે મતદાન મથકે ફક્ત ‘અસલ પાસપોર્ટ’ રજૂ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ ન કરી શકે તેવા મતદારોએ નીચે જણાવ્યા મુજબના 11 દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રજુ કરી શકશે.

1. આધાર કાર્ડ
2. મનરેગા હેઠળ કાઢી આપવામાં આવતું જોબ કાર્ડ
3. બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
4. શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
5. ડ્રાઇવીંગ લાયસન્સ
6. પાનકાર્ડ
7. એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા કાઢી આપવામાં આવતું સ્માર્ટ કાર્ડ
8. ભારતીય પાસપોર્ટ
9. ફોટોગ્રાફ સાથેના પેન્શન દસ્તાવેજ
10. કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો જાહેર લિમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને કાઢી આપવામાં આવતા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
11. સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત સરકારી ઓળખપત્રો

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text