લુણસરીયા ગામ નજીક ભેંસો આડી આવતા ટ્રેક્ટર સાથે અકસ્માત, એક વ્યક્તિને ગંભીર ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ નજીક ભેંસો આડી આવતા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગઈકાલે તા. 18ના રોજ વાંકાનેરના થાનગઢ રોડ પર લુણસરીયા ગામ નજીક રસ્તા પર ભેંસો જતી હતી. ભેંસો આડી આવતા ટ્રેકટર રજી.ન. જી.જે- ૩૬-બી-૯૮૩૬ના ચાલકે એકદમ કાવુ માર્યું હતું. આથી, ટ્રેકટરના પંખા ઉપર બેઠેલ ધર્મદિપસિંહ વિક્રમસિંહ ઝાલા ફંગોળાઇને રોડ ઉપર પડી ગયા હતા. અને ટ્રેકટરની ટ્રોલીનુ ટાયર ધર્મદીપસિંહના જમણા પગ ઉપર ફરી ગયું હતું. આથી, તેને જમણા પગમા ઢીંચણના ઉપરના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તથા બન્ને કાન પાસે મુંઢ ઈજા થઇ હતી. આ બનાવમાં ધર્મદિપસિંહે અશોકભાઇ ગગજીભાઇ ધોળકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate