મોરબી : મંત્રીઓ, સાંસદો અને પ્રદેશ સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ

કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપી ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કરાયું

મોરબી : માળીયા-મોરબી બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અર્થે રવિવારે મોરબીમાં ભાજપ કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત ભાજપ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારી સોંપી ગ્રાઉન્ડ લેવલે ચૂંટણી પ્રચારમાં લાગી જવાનું આહવાન કરાયું હતું.

65 માળીયા-મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની કામગીરી અને જવાબદારી રવિવારે એક બેઠકમાં સોંપવામાં આવી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની અને કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ તથા ગુજરાત સરકારના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓની આ બેઠક યોજાઈ હતી.

ઉક્ત બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પૂર્વમંત્રી શંકરભાઇ ચૌધરી, સાંસદ પૂનમબેન માડમ, મોહનભાઇ કુંડારીયા, નરહરિભાઈ અમીન, મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મેઘજીભાઈ કંજરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી નેહલ શુક્લા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને રાજકોટ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા સહિતના હોદ્દેદારો ઉપરોક્ત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓએ પોતાને સોપાયેલી વિવિધ જવાબદારી સંનિષ્ઠ રીતે નિભાવવાની ખાત્રી સામુહિક રીતે ઉચ્ચારી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

મોરબી બેઠક પર ભાજપને વિજય અપાવવા ભાજપ મોવડી મંડળ સહિતના તમામ ઉચ્ચ નેતાઓ અને ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો સહિતના ટોચના આગેવાનો હાલ મોરબીમાં મુકામ કરી ભાજપ તરફનો જનાધાર મજબૂત કરવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate