મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૩૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રારંભના દિને પ્રથમ સત્ર સુધીમાં ૧,૦૧૧ લોટ્સનું વોલ્યુમ

- text


 

કોટનમાં ૧૪,૯૦૦ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૪૭૦નો ઉછાળો: કપાસમાં રૂ.૨૪ની વૃદ્ધિ: સોના-ચાંદીમાં તેજીનો માહોલ: ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૫,૧૩૫ સોદામાં રૂ.૧૨,૭૫૭.૮૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૭ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૧૨૬ વધ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં એલચી, સીપીઓ અને મેન્થા તેલમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી.

દરમિયાન, એમસીએક્સે દેશના સૌપ્રથમ ટ્રેડેબલ રિયલ ટાઇમ બેઝ મેટલ ઇન્ડેક્સ એટલે કે એમસીએક્સ આઈકોમડેક્સ બેઝ મેટલ (મેટલડેક્સ)માં વાયદાનાં કામકાજનો પ્રારંભ કર્યો છે. મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૧,૯૪૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૨,૦૭૫ અને નીચામાં ૧૧,૯૪૦ના સ્તરને સ્પર્શી ૧૩૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૪૩ પોઈન્ટ વધી ૧૨,૦૫૧ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. મેટલડેક્સમાં ૭૦૫ સોદાઓમાં રૂ.૬૦.૮૩ કરોડનાં ૧,૦૧૧ લોટ્સનું વોલ્યુમ પ્રથમ સત્ર સુધીમાં નોંધાયું હતું.

એક્સચેન્જે નવેમ્બર ૨૦૨૦, ડિસેમ્બર ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧ મહિનામાં સમાપ્ત થતા મેટલડેક્સ વાયદા લોન્ચ કર્યા છે. ઓછામાં ઓછા ૩ સતત માસિક કોન્ટ્રેક્ટસ દરેક સમયે ઉપલબ્ધ રહેશે. કોન્ટ્રેક્ટની લોટ સાઇઝ અંતર્ગત (અંડરલાઈંગ) એમસીએક્સ આઈકોમડેક્સ બેઝ મેટલ ઇન્ડેક્સના ૫૦ ગણાની સમકક્ષ છે, જ્યારે કોન્ટ્રેક્ટની ટિક સાઇઝ (ઓછામાં ઓછી ભાવ વધઘટ) રૂ.૧ની છે. પ્રત્યેક કોન્ટ્રેક્ટની સમાપ્તિના અંતે કોન્ટ્રેક્ટ્સની અંતિમ પતાવટ રોકડ (કેશ)માં થશે. અંતિમ પતાવટનો ભાવ ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની સમાપ્તિના દિવસે સાંજે ૪.૦૦ અને ૫.૦૦ વાગ્યાની વચ્ચે અંડરલાઈંગ ઘટકોના વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ (વીવેપ) પર આધારિત રહેશે.

સોમવારે સાંજે પાંચ વાગ્યા સુદીમાં કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૨૧૨૬૦ સોદાઓમાં રૂ.૬૩૪૧.૩૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૫૫૨ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૮૦૦ અને નીચામાં રૂ.૫૦૪૩૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૭ વધીને રૂ.૫૦૭૭૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૭૧૬ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૨૩ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦ વધીને બંધમાં રૂ.૫૦૮૦૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૪૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૯૦૦ અને નીચામાં રૂ.૬૧૧૭૭ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૨૬ વધીને રૂ.૬૨૮૦૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૦૯૭ વધીને રૂ.૬૨૭૮૬ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૦૯૩ વધીને રૂ.૬૨૭૭૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૯૧૭૦ સોદાઓમાં રૂ.૩૦૬૮.૬૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૮૮ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૨૩ અને નીચામાં રૂ.૨૯૭૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટીને રૂ.૨૯૯૨ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૨૪૨૪ સોદાઓમાં કુલ રૂ.૨૪૦.૩૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૭૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯૩૦ અને નીચામાં રૂ.૧૯૬૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૭૦ વધીને રૂ.૧૯૮૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૮૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ ઘટીને બંધમાં રૂ.૭૭૮.૧ ના ભાવ હતા, જ્યારે એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૫૫ ખૂલી, અંતે રૂ.૩૨.૫ ઘટીને રૂ.૧૪૬૭.૫ થયો હતો. મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૨.૯ અને નીચામાં રૂ.૯૩૨.૫ રહી, અંતે રૂ.૯૩૫.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૯૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨૨.૫ અને નીચામાં રૂ.૧૦૯૭.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪.૦૦ વધીને રૂ.૧૧૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૨૬૬ સોદાઓમાં કુલ રૂ.૨૭૫૮.૩૬ કરોડ ની કીમતનાં ૫૪૩૯.૭૮૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૦૪૯૯૪ સોદાઓમાં કુલ રૂ.૩૫૮૩.૦૨ કરોડ ની કીમતનાં ૫૭૪.૪૨ ટન, ક્રૂડ તેલમાં ૨૦૫૦૦ સોદાઓમાં રૂ.૯૮૫.૦૨ કરોડનાં ૩૨૮૭૧૦૦ બેરલ્સ, કોટનમાં ૪૬૨ સોદાઓમાં રૂ.૨૯.૬૪ કરોડનાં ૧૪૯૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૩૩ સોદાઓમાં રૂ.૧૯૯.૯૬ કરોડનાં ૨૫૭૦૦ ટન, એલચીમાં ૨ સોદાઓમાં રૂ.૨.૯૪ લાખનાં ૦.૨ ટન, મેન્થા તેલમાં ૫૫ સોદાઓમાં રૂ.૮.૫૨ કરોડનાં ૯૦.૭૨ ટન, કપાસમાં ૭૨ સોદાઓમાં રૂ.૨.૧૯ કરોડનાં ૩૯૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૪૮૮.૪૨૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૨.૩૬૩ ટન, ક્રૂડ તેલમાં ૩૩૪૭ બેરલ્સ, કોટનમાં ૩૦૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૬૭૬૬૦ ટન, એલચીમાં ૦.૨ ટન, મેન્થા તેલમાં ૧૬૮.૪૮ ટન અને કપાસમાં ૪૩૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૪ અને નીચામાં રૂ.૧૨૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૭૧૪ અને નીચામાં રૂ.૬૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨૧.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૫૬૬ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૨૪ અને નીચામાં રૂ.૧૫૬૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૫૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૧૨૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૨૪.૫ અને નીચામાં રૂ.૧૫૩૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૭૯ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫ અને નીચામાં રૂ.૧૬૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૯.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૦ અને નીચામાં રૂ.૧૫૦.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૪.૬ બંધ રહ્યો હતો.

- text