ટંકારા : કોરોનાને મ્હાત આપી ફરજ પર પરત ફરતા પોલીસકર્મીનું અભિવાદન કરાયું

ટંકારા : ટંકારામાં કોરોનાને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિ વખતે સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના પોઝીટીવ કેસના કન્ટેન્ટમેન્ટ ઝોનની વ્યવસ્થા સંભાળતા પંથકના જાણીતા પોલીસકર્મી પ્રવિણભાઈ મેવાએ કોરોના વાયરસને મ્હાત આપી છે. તેઓ આજે ફરજ પર પરત ફરતા ફોજદાર બી. ડી. પરમાર સહિતના સ્ટાફે તેમનું સન્માન કરી તેમની કામગીરીને બીરદાવી હતી.

લોકડાઉન વખતે મજુરોની હિજરત વખતે મજૂરોની તેમજ અન્ય ભુખ્યા પરીવારની જઠરાગ્નિ ઠારવા પ્રવીણભાઈ ખડેપગે રહ્યા હતા. તેમજ પોઝીટીવ કેસના સંપુર્ણ રીપોર્ટીગ સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની વ્યવસ્થા સંભાળતા ટંકારા પોલીસ વિભાગના પ્રવિણભાઈ મેવાને કોવિડ-19 પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ તેઓએ કોરોનાની સારવાર લીધી હતી. બાદમાં તેઓ સંપુર્ણ સ્વસ્થ થતા આજે ફરી ફરજ પર હાજર થયા હતા. ત્યારે ટંકારાના PSI બી. ડી. પરમાર સહિત બિટ જમાદાર અને પોલીસ જવાનો દ્વારા તેમનું ફુલથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate