મોરબી : ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા માત્ર માતાજીની આરતીનું આયોજન કરાયું

મોરબી : મોરબીમાં છેલ્લા 10 વર્ષથી નવલા નોરતાનું આયોજન કરતા “શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવ” દ્વારા આ વર્ષે કોરોનાની મહામારીને લઈને માં ઉમિયાની આરતીનું જ આયોજન કરવામાં આવ્યુ છે.

શનિવારે પ્રથમ નોરતે માં ઉમિયાની સ્થાપના કરી માત્ર આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું. નવલા નોરતાની નવ રાત્રિ દરમ્યાન ઉમિયા માંની આરતી જ કરવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ આરતીના ઓનલાઈન દર્શન કરવા માટે ઉમિયા નવરાત્રિ મહોત્સવના ફેસબુક પેજ પર રાત્રે 9:30 વાગ્યે જોઈન થવા આયોજકોએ આમંત્રિત કર્યા છે. માઇ ભક્તો માં ઉમિયાના દર્શન કરી આરતીનો લાભ લઇ શકશે. આ ઉપરાંત મોરબીના જીટીપીએલમાં 72 નંબરની ચેનલ પર દરરોજ અગાઉના વર્ષોની અલગ અલગ આઠમની આરતી નિહાળી શકાશે એવું આયોજકોએ જણાવ્યું છે.