મોરબી કલોક એસોસિએશને ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું

 

કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કલોક એસોસિએશનની બેઠક મળી : બ્રિજેશ મેરજાને કલોક ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગકારોએ સમર્થન આપ્યું

મોરબી : મોરબી વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાલ ઉધોગ સહિતના ઉધોગકારોની એક બેઠક શનિવારે સાંજે મળી હતી. જેમાં મંત્રી સૌરભ પટેલ અને ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ઘડિયાલ સહિતના નાના ઉધોગનો મોરબીના વિકાસમાં સિંહફાળાને લઈને ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પોતાના વિચારો અને મુદ્દાઓ સ્પષ્ટ કર્યા હતા. ત્યાર બાદ મોરબી કલોક એસોસિએશન દ્વારા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું હતું.

આ મિટિંગમાં કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, બ્રિજેશ મેરજા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ભાજપના મહામંત્રી હિરેનભાઈ પારેખ, અગ્રણી ઉદ્યોગપતિ વેલજીભાઈ ઉઘરેજા અને કલોક એસોસિયેશનના પ્રમુખ શશાંકભાઈ દંગી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ખાસ બેઠકમાં આવનારા દિવસોમાં ઘડિયાલ અને અન્ય ફ્રેમ સહિતના નાના ઉધોગને લઈને ચાઇના સાથે પ્રતિસ્પર્ધા કરવા અને ઉધોગને વધુ ગતિશીલ બનાવવા શું કરી શકાય એ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મંત્રી સૌરભ પટેલે હાલના સમયમાં નાના ઉધોગકારો માટે રહેલી વિકાસની તકો અગે તલસ્પર્શી અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જેને હાજર ઉધોગકારોએ હર્ષભેર વધાવી લીધું હતું. જ્યારે બ્રિજેશ મેરજા દ્વારા લાતીપ્લોટના ઉદ્યોગકારોને પ્રશ્ને યોગ્ય કરવાની અને સંભવ તમામ મદદની ખાતરી આપી હતી. તેમજ આ પેટા ચૂંટણીમાં અગાવની જેમ જ કલોક સહિતના ઉધોગકારો અને વેપારીઓને ભાજપના ઉમેદવારને મત આપી જ્વલંત વિજય અપાવવા અપીલ કરી હતી. જેને મિટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગકારો અને વેપારીઓએ વધાવી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું હતું. આ અંગે મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું કે અમે કોઈને હરાવવા ભાજપને સમર્થન નથી આપ્યું પણ બ્રિજેશ મેરજાને જીતાડવા આ સમર્થન આપ્યું છે. તેમજ અમારું આ સમર્થન રાજ્ય અને કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાનને પણ આપ્યું છે. અમને આશા છે કે ભાજપ અમારા પ્રશ્નોનો જરૂરથી ઉકેલ લાવશે.

ભાજપ દ્વારા આ પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષના ઉમેદવારને વિજય બનાવવાની અપીલ સાથે મોરબીના વિવિધ ઔધોગિક એસોસિએશન અને સંગઠનો સાથે મિટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વેપારીવર્ગ અને ઉદ્યોગકારો દ્વારા ભાજપને સમર્થન મળી રહ્યાનું બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.