લાલપર ગામે પરપ્રાંતીય યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરપ્રાંતીય યુવાને ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે રાધે હોટેલની પાછળ આવેલ વિશાલદિપ સોસાયટીના મકાન નંબર ૯ માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ વતની શ્રીકેશકુમાર રામદતા તીવારી (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે તા.૧૭ ના રોજ પોતાના ઘરે ઇલેક્ટ્રીક પંખામા કેબલ વાયર વડે ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.