અંજલિબેન રૂપાણીએ મોરબી ભાજપ મહિલા મોરચાની બેઠકને કર્યું સંબોધન

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માહોલ દિવસે દિવસે ગરમાતો જાય છે તેમ તેમ ભાજપના વિવિધ સંગઠનો અને મોરચાના કાર્યકરોની મિટિંગોનો દૌર વધતો જાય છે. આજે શુક્રવારે મોરબી ભાજપના વિવિધ મહિલા મોરચા સહિતના સંગઠનોની એક બેઠક ચૂંટણીની રણનીતિ ઘડવા માટે મળી હતી.

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે શુક્રવારે મહિલા મોરચાના બહેનો, સંગઠનના બહેનો, ગત ટર્મમાં વિજેતા-પરાજિત થયેલા કાઉન્સિલર બહેનોની મિટિંગ આઈ.કે.જાડેજા, મુખ્યમંત્રીના પત્નિ અંજલીબહેન રુપાણી, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ચંદુભાઈ હુંબલ, મંજુલાબેન દેત્રોજાની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સ્થાનીય મહિલા નેતાઓ અને કાર્યકરો સાથે આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. કોવિડ-૧૯ની મહામારી વચ્ચે કઈ રીતે ઉમેદવારનો પ્રચાર-પ્રસાર કરવો એ અંગેની ટિપ્સ નેતાગણ દ્વારા આપવામાં આવી હતી.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate