મોરબીના નીલકંઠ ભટ્ટ સિવિલ એન્જીનીયરીંગ શાખામાં Ph.D થયા

- text


મોરબી : મોરબી શહેરના બ્રાહ્મણ પરિવારના યુવાન નીલકંઠ જયકીશન ભટ્ટએ સી. યુ. શાહ યુનિવર્સિટી ખાતેથી સીવીલ ઈજનેરી વિદ્યાશાખામાં પી.એચ.ડી. અભ્યાસપૂર્ણ કરી મોરબી શહેર, બ્રહ્મસમાજ તેમજ ભટ્ટ પરિવારનું ગૌરવ વધારેલ છે. નીલકંઠ ભટ્ટ હાલ એલ.ઈ. કોલેજ-મોરબી ખાતે સીવીલ ઈજનેરી વિધ્યાશાખામાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ “પર્ફોમન્સ એસેસમેંટ એન્ડ ડેવલોપીંગ એ વોટર ટેરીફ ફ્રેમવર્ક ફોર એન અર્બન લોકલ બોડી” વિષય પર રિસર્ચ કારેલ છે.

નીલકંઠએ ડૉ. પ્રદીપકુમાર મજુમદાર તેમજ ડૉ.રાજેશકુમાર આચાર્યના માર્ગદર્શન હેઠળ તેમનો થીસિસ તૈયાર કરેલ છે કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને નિતિગત પ્રાથમીકતાઓ પરત્વે સ્વમૂલ્યાંકન કરી શહેરી શાસન અને નાગરિકોને ઉત્તમ સેવા પૂરી પાડવા અને ફક્ત શહેરી વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓની જીવનશૈલી વધારવા માટે જ નહીં પરંતુ શહેરો અને ખાસ કરીને મોટા મહાનગરો દેશની આર્થિક વૃદ્ધિના વાહક બને તે સુનિશ્ચિત કરવા જરૂરી સમાધાન રજુ કારેલ છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text